Posts

Showing posts from September, 2016

Every day is a new....

Every day is a new start. A new chapter to turn everything around. You have to let go of the hurt before you can start fresh.

અમારુ મૂલ્ય.....

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે. હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, “બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે”.  નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ. નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફે