Posts

Showing posts from October, 2017

જલારામ બાપા ની વાત 📖

આપણો એક ગુજરાતી માણસ હતો, લંડન માં મેનેજર તરીકે નોકરી કરતો હતો, અને દરેક ગુજરાતી ની જેમ આ રઘુવંશી ભાઈ પણ જ્યારે સવારે ઓફીસે જાય ત્યારે સૌ પ્રથમ ઓફીસે તેના ટેબલે રાખેલી જલારામ ની મુર્તી ને વંદન કરે અને પછી જ બધુ કામ કરે. આ રોજ નો નિયમ. આ વસ્તુ આપણા માટે નવીન નથી, પરંતુ ત્યાંના ધોળીયાઓ માટે આ નવુ જ છે, માટે જ્યારે પણ તેનો શેઠ તેને વંદન કે દર્શન કરતા જોઈ લેતો ત્યારે તે પેલા ભાઈને કે'તો "યુ આર ઈડીયટ, વ્હુ ઈઝ ધીસ" તમે ટાઈમ પાસ કરો છો એવુ કે અને આ કોણ છે ના જવાબ માં પેલા ભાઈ કહે, આ મારા ભગવાન જલારામ બાપા છે, હું આને ઈષ્ટદેવની જેમ પુજુ છુ. ત્યારે પેલો ધોળીયો શેઠ કહે, આ તારા બાપા કરી શું શકે? ત્યારે પેલા ભાઈએ વીચારીને કીધુ કે શું કરી શકે એ તો નથી ખબર પણ જ્યારે ભીડ પડે ત્યારે આ સર્વ શક્તિમાન છે એ તો સમય આવ્યે જ ખબર પડે. બધુ બરાબર ચાલતુ હતુ એવામાં મંદીએ વૈશ્વીક ભરડો લીધો. અમેરીકા મા ને બધે મંદી આવી હોવાથી એની ડાયરેક્ટ અસર આ ધોળીયા ની કંપનીમાં થઈ, કારણ કે રીસેશન ના હીસાબે તેના લગભગ ઓર્ડરો કેન્સલ થવા માંડ્યા. આથી આ માણસે પેલા ગુજરાતી મેનેજર ને બોલાવી ને કી'ધુ, "ભાઈ આપણે