Posts

Showing posts from May, 2018

અનોખી પરીક્ષા

*'અનોખી પરીક્ષા’* ‘બેટા... થોડું ખાઇને જા...! બે દિવસથી તે કાંઇ ખાધું નથી...!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી. ‘જો મમ્મી... મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું... આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે.... અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું.....!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી. ‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા... પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ... અને...!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું... મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’ અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો. ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.  આ વર્ષે પરીક્ષાનો વિ