Posts

Showing posts from June, 2017

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

ઍ ભાઈઍ પોતાની સાત વર્ષની નાનકડી દીકરીને તે દિવસે ખૂબ મારી. છોકરીનો વાંક ઍટલો જ હતો કે પપ્પાઍ વેંચવા માટે લાવેલા સોનેરી કાગળમાંથી ઍક મોટો ટુકડો ફાડીને તે કંઈક બનાવી રહી હતી. દેવું, મંદી અને આર્થિક સંકડામણથી થોડા ૠસ્ત હતા. તેથી છોકરી કંઈ કહે તો પણ સાંભળવાની ધીરજ પપ્પા રાખી શક્યા નહોતા. દીખરી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસની સવાર પડી અને આગલા દિવસનો માર ભૂલીને પેલી પરી હાથમાં સોનેરી ગિફ્ટ બોક્સ લઈને હસતી હસતી ઊભેલી તેની આંખો થોડી સૂજેલી હતી. પપ્પા ! હેપી બર્થડે આજે તમારો જન્મદિવસ છે ! ‘ કહીને તેણે તે બોક્સ પપ્પાને આપ્યું. ગળગળા થઈ ગયેલા પપ્પાઍ બોક્સ સ્વાકાર્યું અને ખોલીને જોયુંતો સાવ ખાલી ! ‘કેમ ?’ પપ્પાઍ પૂછ્યું : ત્યારે થોડા ઉદાસ ચહેરે પેલી બોલી “ગઈકાલે તમે ખૂબ વઢ્યા તેથી કાંઈ ભરવાની હિંમત ન કરી શકી. પણ…પણ… છતાં ઍ ભરેલું છે.બરાબર જુઑ પપ્પા ! આખું બોક્સ છલોછલ છે. ખૂબ પ્રેમથી ચુમીઑ ભરીને આ બોક્સ આપ્યું છે. અંદર મારો ચિક્કાર પ્રેમ ભર્યો છે. ક્યારેય ખાલી ન થાય ઍટલો બધો !” હવે રડવાનો વારો પપ્પાનો હતો. આગલા દિવસની સમગ્ર ઘટના આંખ સામે ખડી થઈ ગઈ. પોતાની ઉતાવળ અને ઉગ્રતા બદલ પારાવાર દુઃખ થયું અ...