Posts

Showing posts with the label Story

જલારામ બાપા ની વાત 📖

આપણો એક ગુજરાતી માણસ હતો, લંડન માં મેનેજર તરીકે નોકરી કરતો હતો, અને દરેક ગુજરાતી ની જેમ આ રઘુવંશી ભાઈ પણ જ્યારે સવારે ઓફીસે જાય ત્યારે સૌ પ્રથમ ઓફીસે તેના ટેબલે રાખેલી જલારામ ની મુર્તી ને વંદન કરે અને પછી જ બધુ કામ કરે. આ રોજ નો નિયમ. આ વસ્તુ આપણા માટે નવીન નથી, પરંતુ ત્યાંના ધોળીયાઓ માટે આ નવુ જ છે, માટે જ્યારે પણ તેનો શેઠ તેને વંદન કે દર્શન કરતા જોઈ લેતો ત્યારે તે પેલા ભાઈને કે'તો "યુ આર ઈડીયટ, વ્હુ ઈઝ ધીસ" તમે ટાઈમ પાસ કરો છો એવુ કે અને આ કોણ છે ના જવાબ માં પેલા ભાઈ કહે, આ મારા ભગવાન જલારામ બાપા છે, હું આને ઈષ્ટદેવની જેમ પુજુ છુ. ત્યારે પેલો ધોળીયો શેઠ કહે, આ તારા બાપા કરી શું શકે? ત્યારે પેલા ભાઈએ વીચારીને કીધુ કે શું કરી શકે એ તો નથી ખબર પણ જ્યારે ભીડ પડે ત્યારે આ સર્વ શક્તિમાન છે એ તો સમય આવ્યે જ ખબર પડે. બધુ બરાબર ચાલતુ હતુ એવામાં મંદીએ વૈશ્વીક ભરડો લીધો. અમેરીકા મા ને બધે મંદી આવી હોવાથી એની ડાયરેક્ટ અસર આ ધોળીયા ની કંપનીમાં થઈ, કારણ કે રીસેશન ના હીસાબે તેના લગભગ ઓર્ડરો કેન્સલ થવા માંડ્યા. આથી આ માણસે પેલા ગુજરાતી મેનેજર ને બોલાવી ને કી'ધુ, "ભાઈ આપણે ...

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

ઍ ભાઈઍ પોતાની સાત વર્ષની નાનકડી દીકરીને તે દિવસે ખૂબ મારી. છોકરીનો વાંક ઍટલો જ હતો કે પપ્પાઍ વેંચવા માટે લાવેલા સોનેરી કાગળમાંથી ઍક મોટો ટુકડો ફાડીને તે કંઈક બનાવી રહી હતી. દેવું, મંદી અને આર્થિક સંકડામણથી થોડા ૠસ્ત હતા. તેથી છોકરી કંઈ કહે તો પણ સાંભળવાની ધીરજ પપ્પા રાખી શક્યા નહોતા. દીખરી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસની સવાર પડી અને આગલા દિવસનો માર ભૂલીને પેલી પરી હાથમાં સોનેરી ગિફ્ટ બોક્સ લઈને હસતી હસતી ઊભેલી તેની આંખો થોડી સૂજેલી હતી. પપ્પા ! હેપી બર્થડે આજે તમારો જન્મદિવસ છે ! ‘ કહીને તેણે તે બોક્સ પપ્પાને આપ્યું. ગળગળા થઈ ગયેલા પપ્પાઍ બોક્સ સ્વાકાર્યું અને ખોલીને જોયુંતો સાવ ખાલી ! ‘કેમ ?’ પપ્પાઍ પૂછ્યું : ત્યારે થોડા ઉદાસ ચહેરે પેલી બોલી “ગઈકાલે તમે ખૂબ વઢ્યા તેથી કાંઈ ભરવાની હિંમત ન કરી શકી. પણ…પણ… છતાં ઍ ભરેલું છે.બરાબર જુઑ પપ્પા ! આખું બોક્સ છલોછલ છે. ખૂબ પ્રેમથી ચુમીઑ ભરીને આ બોક્સ આપ્યું છે. અંદર મારો ચિક્કાર પ્રેમ ભર્યો છે. ક્યારેય ખાલી ન થાય ઍટલો બધો !” હવે રડવાનો વારો પપ્પાનો હતો. આગલા દિવસની સમગ્ર ઘટના આંખ સામે ખડી થઈ ગઈ. પોતાની ઉતાવળ અને ઉગ્રતા બદલ પારાવાર દુઃખ થયું અ...

બાદશાહે🤴 બે ડબ્બા 🍚🍚ચુનો મંગાવ્યો...

એક દિવસ બીરબલ પોતાના ઘરની બહાર બેસીને પાન ચાવી રહ્યો હતો. ત્યારે તેણે જોયુ કે બાદશાહનો એક નોકર ઝડપથી દોડતો ક્યાંક જઈ રહ્યો છે. બીરબલે કહ્યું, અરે ભાઈ! ક્યાં જાય છે? તુ આટલો બધો ઝડપથી કેમ ભાગી રહ્યો છે? નોકરે જવાબ આપ્યો- બાદશાહે મને બે ડબ્બા ચુનો લાવવા કહ્યું છે. આ સાંભળીને બીરબલને થોડીક શંકા ગઈ. તેણે પુછ્યું- બાદશાહે જ્યારે તારી જોડે ચુનો મંગાવ્યો ત્યારે તેઓ શું કરી રહ્યાં હતાં? દિવસે બાદશાહે જ્યારે ભોજન લીધું પછી મે તેમને પાન આપ્યું. તેમણે પાન મોઢામાં મુક્યુ જ હતુ અને મને આદેશ આપ્યો કે ચુનો લઈ આવ. બીરબલે થોડીક વાર વિચાર્યું અને કહ્યું, તુ એકદમ મુર્ખ છે. તે પાનમાં ચુનો વધારે લગાવી દિધો હશે, જેનાથી બાદશાહનું મોઢુ બગડી ગયુ હશે. હવે તને સજા આપવા માટેની આ રીત તેમણે અપનાવી છે. તુ હાલ જે ચુનો લેવા જઈ રહ્યો છે ને, તે ચુનો તેઓ તને જ ખાવા કહેશે. જ્યારે આટલો બધો ચુનો તારા પેટમાં જશે પછી તુ જીવતો કેવી રીતે રહીશ. આ સાંભળીને નોકર ભયથી કાંપવા લાગ્યો અને કહ્યું- હે ભગવાન હું શું કરૂ! હવે તો તમે જ મને બચાવી શકો છો. બીરબલે કહ્યું- જો સાંભળ, હું જેવું કહું તેવું જ કર. માખણની સાથે ચુનાની અસર ...

આમા સમજવા જેવી ત્રણ વાતો છે.

પોદડુ (ગોબર)..... ભર શિયાળામા એક નાનું પંખી ઉડતાં ઉડતાં ઠંડીથી થીજી જઈ એક ખેતરમાં પડ્યું. એટલામાં ત્યાંથી એક ગાય પસાર થતી હતી. એના છાણનું એક પોદડું એ પક્ષી ઉપર પડ્યું અને એ હુંફાળા છાણમાં ઢંકાઈ ગયું. થોડીવારમાં જ એના શરીરમાં હુંફ આવી ગઈ અને એ ખુશ થઈને ગાવા લાગ્યું. ત્યાંથી એક બિલાડી પસાર થતી હતી. ધ્યાન પૂર્વક સાંભળવાથી એ સમજી ગઈ કે અવાજ છાણના પોદડામાંથી આવે છે. એ પંજાથી છાણ ખસેડીને પક્ષીને પકડીને ખાઈ ગઈ.  આમા તમે કેટલી વાતો સમજ્યા? આમા સમજવા જેવી ત્રણ વાતો છે. (૧) કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે તો હંમેશાં આપણો શત્રુ નથી હોતો. (૨) કોઈ આપણને એ કાદવમાંથી બહાર કાઢે તો હંમેશાં આપણો મિત્ર નથી હોતો. (૩) જ્યારે પણ તમે કાદવથી ખરડાયલા હો ત્યારે ચૂપ રહેવામાંજ મજા છે.

દીકરી ની મુઝવણ.....

સ્નેહા ૨૪ વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ ૧૦ થી ૧૨ છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી પિતા કરસનભાઈ અકળાઈ જતા. કરસનભાઈ ના પત્ની લીલાબેન નું ૪ વર્ષ પહેલા અકસ્માત માં અવસાન થયેલું અને એમને સંતાન માં એક માત્ર દીકરી રૂપે સ્નેહા હતી. કરસનભાઈ પ્રાંતિજ માં પ્રથમિક શાળા માં શિક્ષક હતા અને લીલાબેન પણ ધાર્મિક ભાવના વાળા હતા એટલે સ્નેહા ના ઘડતર અને સંસ્કારો માં કોઈ કમી નહોતી.  કરસનભાઈ એ એક વાર સ્નેહા ને પૂછી પણ જોયેલું કે, બેટા તારા ધ્યાન માં કોઈ છોકરો હોય તો મને બતાવ, હું તને લગ્ન કરતા નહિ રોકું, પણ સ્નેહા નો એકજ જવાબ રહેતો, ના પપ્પા એવું કઈ નથી. તો કરસનભાઈ એમ કહેતા તો કેમ બધીય વાર સામેના પક્ષે થી ના નો જવાબ આવે છે? અને સ્નેહા એકજ જવાબ આપતી પપ્પા એમાં આપણે શું ખબર પડે પપ્પા, એમના મન માં શું છે? કરસનભાઈ એ બચત પણ સારી એવી કરેલી જેથી એમને સમાજ માં શોભે એવા લગ્ન કરવામાં કોઈ તકલીફ પડે એમ નહોતી. થોડા દિવસ પછી કરસનભાઈ ના દુરના મામા ના દીકરાએ એક સંબધ માટે સમાચાર મોકલ્યા, અને કહ્યું કે છોકરો સંસ્કારી અને દેખાવડો છે, અને પોતાનો વ્યવસાય ...

એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવએકદિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા...

એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવવાનું કામ કરતા હતા. સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા. સરદારજી કોઇ કામ સબબ બહારગામ ગયા હતા એટલે હથોડી અને ચાવી સાવ ન...

ये लड़ाई यूरोप के सभी स्कूलो मेँ पढाई जाती है पर हमारे देश में इसे कोई जानता तक नहीं

ये लड़ाई यूरोप के सभी स्कूलो मेँ पढाई जाती है पर हमारे देश में इसे कोई जानता तक नहीं एक तरफ 12 हजार अफगानी लुटेरे .....तो दूसरी तरफ 21  सिख .......  अगर आप को इसके बारे नहीं पता तो आप अपने इति...