જલારામ બાપા ની વાત 📖

આપણો એક ગુજરાતી માણસ હતો, લંડન માં મેનેજર તરીકે નોકરી કરતો હતો, અને દરેક ગુજરાતી ની જેમ આ રઘુવંશી ભાઈ પણ જ્યારે સવારે ઓફીસે જાય ત્યારે સૌ પ્રથમ ઓફીસે તેના ટેબલે રાખેલી જલારામ ની મુર્તી ને વંદન કરે અને પછી જ બધુ કામ કરે. આ રોજ નો નિયમ.
આ વસ્તુ આપણા માટે નવીન નથી, પરંતુ ત્યાંના ધોળીયાઓ માટે આ નવુ જ છે, માટે જ્યારે પણ તેનો શેઠ તેને વંદન કે દર્શન કરતા જોઈ લેતો ત્યારે તે પેલા ભાઈને કે'તો "યુ આર ઈડીયટ, વ્હુ ઈઝ ધીસ" તમે ટાઈમ પાસ કરો છો એવુ કે અને આ કોણ છે ના જવાબ માં પેલા ભાઈ કહે, આ મારા ભગવાન જલારામ બાપા છે, હું આને ઈષ્ટદેવની જેમ પુજુ છુ.
ત્યારે પેલો ધોળીયો શેઠ કહે, આ તારા બાપા કરી શું શકે? ત્યારે પેલા ભાઈએ વીચારીને કીધુ કે શું કરી શકે એ તો નથી ખબર પણ જ્યારે ભીડ પડે ત્યારે આ સર્વ શક્તિમાન છે એ તો સમય આવ્યે જ ખબર પડે.
બધુ બરાબર ચાલતુ હતુ એવામાં મંદીએ વૈશ્વીક ભરડો લીધો. અમેરીકા મા ને બધે મંદી આવી હોવાથી એની ડાયરેક્ટ અસર આ ધોળીયા ની કંપનીમાં થઈ, કારણ કે રીસેશન ના હીસાબે તેના લગભગ ઓર્ડરો કેન્સલ થવા માંડ્યા. આથી આ માણસે પેલા ગુજરાતી મેનેજર ને બોલાવી ને કી'ધુ, "ભાઈ આપણે કંપની બંધ કરી દેવી પડે એમ છે, કારણ કે આપણા લગભગ ૨૦૦ કરોડ ના ઓર્ડરો કેન્સલ થયા છે એવામાં હવે વધારે નાણા રોકાણ પોસાય નહિ."
ત્યારે આપણા ગુજરાતી માણસે શેઠ ને કહ્યુ, "શેઠ ખાલી બે મીનીટ મારી સાથે આવશો? આપણે પ્રાર્થના કરવી છે." એટલે શેઠ ઉભા થઈ ને પેલા જોડે ગયા, બંને જલારામ ની મુર્તી પાસે જઈ ને ઉભા રહે છે, અને ગુજરાતી અગરબત્તી કરી મુર્તી સામે જોઈ ને માનતા લે છે, "હે મારા જલીયાણ જોગી, મારા બાપ એટલુ કહેવા માંગુ છુ કે આ આખી કંપની ના ૫૦૦ માણસ ની રોજી રોટી નો સવાલ છે બાપ, અમારી કંપની બચાવી લેજે." આટલુ કહી બે હાથ એક શીશ જોડી વંદન કરે છે અને એની આંખ ભીની થઈ જાય છે.
અને આમ પણ કો'કના માટે કરેલી પ્રાર્થના હંમેશા સફળ નીવડે છે. અને આમ આ બંને માનતા લે છે તેના શેઠ ના મોઢા પર પણ ભક્તી નો ભાવ દેખાય છે, કારણ કે કહેવાય છે ને કાંઈ ન સુજે ત્યારે ભગવાન ને યાદ કરીએ છીએ પછી પેલા શેઠે ગુજરાતી ને કહ્યુ,"ભાઈ, જો આ તારા બાપા આપણું કામ કરી દે તો આપણે એને કેટલા પાઉન્ડ ચુકવવા પડશે?" ત્યારે ગુજરાતી ખાલી એટલું બોલ્યો તો, "આખા વિશ્વમાં ગમે તે મંદીરમાં તારે પાઉન્ડ દેવા પડશે પણ આ એક મંદીર એવું છે કે જે તારા પાઉન્ડ ની રાહ જોઈને નથી બેઠું એ તો તમારું કામ કરવા માટે તૈયાર છે. રુપીયા મોકલવાની જરુર નથી પણ શ્રીફળ, સાકર અને અગરબત્તી લઈ અને તમારે ત્યાં માનતા પુરી કરવા જાવું પડશે." શેઠે કહ્યુ, "આ તો મીરેકલ કહેવાય."
અને જોત જોતામાં એક,બે અને ત્રણ મહિના જેટલો સમય વીતી જાય છે. અને ધીમે ધીમે કરીને પેલા કેન્સલ થયેલા ઓર્ડર પાછા આવે છે અને ત્યારે શેઠ ગુજરાતીને બોલાવીને કહે છે, "તારા બાપા માં કંઈ તાકત તો છે હો, આપણા ઓર્ડર પાછા આવી ગયા હવે કંપની બંધ કરવાની નોબત નહિં આવે."
ત્યારે ગુજરાતી કહે છે કે જો તમને લાગતુ હોય કે તમારુ કામ થઈ ગયુ છે તો એક વખત આપણે વાત થઈ તી એમ ઈન્ડીયા જઈ ને દર્શન કરી તમારી માનતા પુરી કરતા આવો.
ત્યારે શેઠ કહે છે, "રાઈટ નાઉ, આઈ હેવ નો ટાઈમ." અત્યારે મારી પાસે સમય નથી. વાત સમજવા જેવી છે કે માણસનો સમય સારો હોય ત્યારે તેની પાસે સમય નથી હોતો.
એવામાં એ શેઠ ની ૨૦ વર્ષ ની દિકરી ને ફરવા માટે ઈન્ડીયા જવુ છે ને એ એના પપ્પા ને વાત કરે છે અને જીદ કરે છે, ત્યારે શેઠ તેને હા પાડે છે અને ગુજરાતી ને બોલાવી ને કહે છે, "જો મારા બદલે મારી દિકરી મંદીરે જઈ આવે તો ચાલે?" ત્યારે ગુજરાતી કહે છે હા ચાલે.
અને શેઠ તેની દિકરી ને સમજાવે છે કે તુ જલારામ મંદીરે જઈ ને આટલી માનતા પુરી કરી આવજે.
અને આમ દિકરી ભારત આવે છે, દિલ્હી થી બોમ્બે, બોમ્બે થી રાજકોટ અને રાજકોટ થી તે વેરાવળ ની બસ માં બેસે છે પણ ફ્લાઈટ માં મુસાફરી થાકી હોવાના કારણે તે વીરપુર ઉતરવાની જગ્યાએ વેરાવળ ઉતરી જાય છે અને ત્યાં ના સ્થાનીક ને પુછે છે, "આઈ વોન્ટ ટુ ગો ટુ જલારામ ટેમ્પલ, વેર ઈટ ઈઝ?" ત્યારે પેલો જવાબ આપે છે કે એ તો તારે પાછુ વળવું પડશે.
અને એ રાતના સમયે વેરાવળ થી વીરપુર જાય છે અને બસ સ્ટેન્ડે ઉતરે છે, બસ સ્ટેન્ડ થી મંદીર દુર છે દેખાતુ નથી એટલે એક જુવાન ને પુછે છે, "આઈ વોન્ટ ટુ ગો ટુ જલારામ ટેમ્પલ, વેર ઈટ ઈઝ?" ત્યારે પેલો ભાઈ એકલી જુવાન અને રુપરુપનો અંબાર એવી છોકરી ને જોઈને કહે છે કે હાલ હું તને લઈ જાવ. અને મનમાં એને આડા અવડા વીચાર દોડતા થાય છે.
પણ દિકરી ને તો એવું કંઈ નોટીસ નથી થાતુ તે તે મવાલી ની સાથે ચાલવા માંડે છે, ત્યારે અચાનક જ પાછળથી એક દાદા એનો હાથ પકડીને ઈશારામાં જવાની ના પાડે છે, દિકરી નથી જાતી અને પેલા દાદા તેને ઈશારો કરી મારી પાછળ આવ એમ કહી મંદીરે લઈ જાય છે.
મંદીર માં દિકરી પહોંચે ત્યાં સવારે ૫-૬ વાગાનો સમય હતો, આજુબાજુમાંથી સાકર અગરબતી ને એવું લે છે અને મંદીર માં ધરાવા જાય છે. મંદીર માં જઈને મુર્તી જોવે છે ત્યાં ઉભેલા પુજારીને કહે છે કે ભાઈ મારે આ ફોટાવાળા વડીલ ને મળવું છે એ ક્યાં છે? ત્યારે પાછળ ઉભેલો એક જુવાન કહે છે અરે મેડમ તમે જેને મળવાની વાત કરો છો એ તો દેવ થઈ ગયા એને વર્ષો થઈ ગયા એ જીવીત નથી.
અને દિકરી ના હાથમાંથી થાળી પડી જાય છે. અને કહે છે અરે કેવી રીતના હોઈ જ ન શકે કાલે તો હજુ એને મને પેલા માણસ પાસે થી બચાવી અને મંદીર સુધી લઈ આવ્યા.
આ જલીયાણ જોગી કે જેને વિદેશની દિકરી ની આબરુ બચાવવા અડધી રાતે અવતાર લેતા હોય. આવા સંત ને લોકો વર્ષો ના વર્ષો યાદ કરે છે. એ સંત છે જલારામ બાપા

જય જલારામ

Comments

Post a Comment

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ