આમા સમજવા જેવી ત્રણ વાતો છે.

પોદડુ (ગોબર).....

ભર શિયાળામા એક નાનું પંખી ઉડતાં ઉડતાં ઠંડીથી થીજી જઈ એક ખેતરમાં પડ્યું. એટલામાં ત્યાંથી એક ગાય પસાર થતી હતી. એના છાણનું એક પોદડું એ પક્ષી ઉપર પડ્યું અને એ હુંફાળા છાણમાં ઢંકાઈ ગયું.

થોડીવારમાં જ એના શરીરમાં હુંફ આવી ગઈ અને એ ખુશ થઈને ગાવા લાગ્યું.

ત્યાંથી એક બિલાડી પસાર થતી હતી. ધ્યાન પૂર્વક સાંભળવાથી એ સમજી ગઈ કે અવાજ છાણના પોદડામાંથી આવે છે. એ પંજાથી છાણ ખસેડીને પક્ષીને પકડીને ખાઈ ગઈ.

 આમા તમે કેટલી વાતો સમજ્યા?

આમા સમજવા જેવી ત્રણ વાતો છે.

(૧) કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે તો હંમેશાં આપણો શત્રુ નથી હોતો.

(૨) કોઈ આપણને એ કાદવમાંથી બહાર કાઢે તો હંમેશાં આપણો મિત્ર નથી હોતો.

(૩) જ્યારે પણ તમે કાદવથી ખરડાયલા હો ત્યારે ચૂપ રહેવામાંજ મજા છે.

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ