એક ઓટોમોબાઇલ એન્જીનીયર
એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી. કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો. ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ 'દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો'. બીજાએ કહ્યુ 'ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની' ત્રીજાએ વળી કહ્યુ ' ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દ...