એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવએકદિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા...

એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવવાનું કામ કરતા હતા. સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા. સરદારજી કોઇ કામ સબબ બહારગામ ગયા હતા એટલે હથોડી અને ચાવી સાવ નવરા જ બેઠા હતા. ઘણા સમય પછી આજે નવરાશ મળી એટલે બંને વાતોએ વળગી.  વાતો દરમ્યાન ચાવીને એવુ લાગ્યુ કે હથોડી થોડી નિરાશ છે. એમણે હથોડીને જ આ બાબતે પુછ્યુ.

હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું કોણ છે?" ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો, "આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો. હું તો સાવ નાનકડી છું. આપની સરખામણીમાં મારામાં લોખંડ પણ બહુ ઓછુ વપરાયુ છે. આપ મારા કરતા કદમાં પણ મોટા છો અને મારાથી કેટલાય ગણુ વધુ લોખંડ આપનામાં છે."

હથોડીએ હવે પોતાની હતાશાનું કારણ બતાવતા કહ્યુ, " હું તારા કરતા મોટી અને શક્તિશાળી હોવા છતાય તું જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે એટલી સરળતાથી હું કેમ તાળુ ખોલી શકતી નથી ? હું તો કેટલી વાર સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ નથી."

ચાવીએ હથોડીની સામે સ્મિત આપીને કહ્યુ, "દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદય પર મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ સરળતાથી ખુલી જાય છે."

મિત્રો, લોકોને ખોલવા હોય તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને) એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે તેવા માણસનું હદય પણ તાળાની જેમ સરળતાથી ખુલી જાય છે.

Comments

Popular posts from this blog

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

ખંભાતના વાણિયાની આ વાત...