ગુગલના CEO - સુંદર પીચાઈ...

ગુગલના સી.ઈ.ઓ. -
સુંદર પીચાઈ એ કહેલ કોકરો (વંદા) ની વાર્તા વાંચવા જેવી છે :-
સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ (google) જોઈન કર્યું અને, એ
ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા !!
ગુગલના CEO - સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા :-
એક વખત એક રેસ્ટોરન્ટમાં -
એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો...
એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી !
તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી...
ઘણી કૂદા-કૂદ કર્યા પછી -
એ વંદો દૂર થયો...
પણ,
એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો !
હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી...
એક વેઈટર એ વંદાને દુર કરવા માટે -
આગળ વધ્યો...
એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું !
વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું...
અને,
ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું !
હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો...
ત્યારે -
મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે...
શું ખરેખર -
આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ' માટે તે વંદો જવાબદાર હતુ ?
અને,
જો એમ જ હોય તો -
તે વેઈટર અશાંત કેમ ન થયો ??
વેઈટરે ખૂબ જ શાંતિથી વંદાને દુર કેવી રીતે કર્યું ???
આ બધા પ્રશ્નો ના ઉત્તર મારી ભીતરથી મળ્યા...
મહિલાઓની અશાંતિનું કારણ -
વંદો નહીં...
પણ,
વંદાથી બચવાની 'અક્ષમતા' જ...
એમની અશાંતિનું સાચું 'કારણ' હતુ !!
મેં અનુભવ્યું કે -
મારા પિતાજી કે મારા બોસે આપેલ 'ઠપકો'
મારી અશાંતિનું કારણ ન હતું...
પણ,
એ ઠપકાને 'સમજવાની' અને,
એ સમસ્યાનો 'રસ્તો' કાઢવાનું -
'સામર્થ્ય મારામાં નહીં હોવું'  -
એ જ મારી અશાંતિનું મૂળ કારણ હતું !!
તેવી જ રીતે -
મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં...
પરંતુ,
તે ટ્રાફિક જામની સ્થિતીને 'હેન્ડલ' કરવાની મારી અસમર્થતા જ...
મારી અશાંતિનું ખરુ કારણ છે !!
મિત્રો,
આપણાં જીવનમાં અશાંતિનું કારણ -
સમસ્યાઓ નહીં...
પણ,
એ સમસ્યાઓ પ્રત્યે આપણો 'અભિગમ' (વ્યવહાર)  હોય છે.

Comments

Post a Comment

Popular posts from this blog

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

ખંભાતના વાણિયાની આ વાત...