Posts

Showing posts from April, 2017

ગીતાજી માં કહ્યુ છે....

📖ગીતાજી માં કહ્યુ છે.... નિરાશ નાં થાવ...તમારો સમય ખરાબ છે..... તમે નહીં... આ સંસાર જરૂરત નાં નિયમ પ્રમાણે ચાલે છે... શિયાળા માં જે સુરજ ની રાહ જોવાતી હોય છે ઉનાળા મા તેનો તિરસ્કાર થાય છે..... તમારી કિંમત ત્યારે થાશે જ્યારે તમારી જરૂરત હશે... સમય બદલવા નાં સપના નાં જોવો ખાલી પારખતા શીખો *|| कृष्णम् वंदे जगद्गुरु ||*

તમે બસ તમારો રોલ ભજવતા રહો.

એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે "અગરબત્તી લેવી છે"? બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે "રાડ પાડી. તું પાછો આવી ગયો"? "ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે." બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો. એક સ્વજન ભાઇ એ બાળકને પૂછ્યું, "તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે?" અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી. બાળકે કહ્યું કે, "હું મારું કામ કરું છું , અને એ એનું કામ કરે છે !" "મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું. તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે". હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી. મેં તેને પૂછ્યું તો કહ્યું કે, તારી ચિંતા થતી હતી. તને કંઈ થઈ જાય તો? બાળકે તેની માને કહ્યું કે ચીંતા કરવાનું કામ તારું નથી. તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે...

૧૦૦૦ લખોટી ના દીવસ નો આંનદ

એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમૅને પોતાનો રેડિયો ઑન કર્યો. આમ તો દરરોજ એ એટલો બધો બિઝી (વ્યસ્ત રહેત કે રેડિયો, ટી.વી. કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમા સ્થાન જ નહોતું. રાતદિવસ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે જોડે ભોજન ક્યારે લીધું હતું ? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે ? એ શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો હતો. ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા. જો કે રેડિયો સાવ અમસ્તો જ નહોતો શરૂ કર્યો ! હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમૅન જોડે મિટિંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ થઈ. એટલે હવે સવારના એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઑન કરેલો. રેડિયો ઑન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમૅનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી. એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, 'ટૉમ, તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ ક...