જો પ્રેમ સાચો હોય તો એ પ્રાપ્ત થાય જ છે.

શાળામાં અભ્યાસ કરતો એક 10 વર્ષની ઉંમરનો બાળક એકવાર શાળાએથી ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં એને એક ફોટો મળ્યો. ફોટો કોઇ 6-7 વર્ષની નાની છોકરીનો હતો. છોકરાએ એ ફોટાને બરોબર ધ્યાનથી જોયો. ફોટો એમને ખુબ ગમ્યો એટલે એને પોતાની સાથે ઘરે લાવ્યો. કોઇને ખબર ન પડે એ રીતે પોતાના પુસ્તકોની સાથે આ ફોટો મુકી દીધો.

છોકરો આ છોકરીને ઓળખતો નહોતો. એના ગામની આ છોકરી છે કે કેમ એ પણ એને ખબર નહોતી. રોજ એકવાર એ ફોટાને ધ્યાનથી જુવે. એમણે ક્યારેય એ તપાસ પણ ન કરી કે આ છોકરી કોણ છે? ક્યાં રહે છે ? શું કરે છે ? એ બસ પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહેતો અને સમય મળે ત્યારે છોકરીના ફોટાને જોઇ લેતો.

કોલેજ પુરી કરીને એ તો સારી કંપનીમાં બહુ ઉંચા પગારથી નોકરી પર પણ લાગી ગયો. એક સ્વરુપવાન છોકરી સાથે એના લગ્ન પણ થઇ ગયા. હજુ પણ પેલી છોકરીને આ છોકરો ખુબ પ્રેમ કરતો એટલે એનો ફોટો પોતાના અંગત કબાટમાં રાખેલો.

એકદિવસ એની પત્નિ સાફસફાઇ કરતી હતી એ વખતે અંગત કબાટમાંથી આ ફોટો એમના હાથમાં આવ્યો. સાંજે પતિ ઓફીસેથી પરતા આવ્યો એટલે જમ્યા બાદ એણે પેલો ફોટો પતિના હાથમાં મુકીને પુછ્યુ , " તમારા કબાટમાંથી આ ફોટો નીકળ્યો છે. કોનો છે આ ફોટો ? " ભાઇ જરા શરમીંદો થઇ ગયો પણ એ એની પત્નિને પણ એટલો જ પ્રેમ કરતો હતો એટલે બધી જ સાચી વાત કરી દીધી.

પત્નિએ પતિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, " તમે જેને વર્ષોથી સાચવીને બેઠા છો એ બીજા કોઇનો નહી મારો જ બાળપણનો ફોટો છે."

મિત્રો, જો પ્રેમ સાચો હોય તો એ પ્રાપ્ત થાય જ છે. તમારો પ્રેમ તમને ન મળે તો સમજજો કે તમારા પ્રેમમાં કંઇક ખામી હતી. વાત કડવી છે પણ સાચી છે.

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ