Posts

Showing posts from February, 2017

બાદશાહ ના પાંચ સવાલ

એક દિવસ બાદશાહ અકબરે દરબારમાં હાજર પોતાના રત્નોને પાંચ સવાલ પુછ્યાં- 1. ફૂલ કોનુ સારૂ 2. દૂધ કોનું સારૂ 3. મિઠાસ કોની સારી 4. પત્તુ કોનું સારૂ 5. રાજા કોનો સારો બાદશાહનના આ સવાલના જવાબમાં બધા લોકો પોતાના અલગ અલગ બે મત કહેવા લાગ્યા. કોઈએ ગુલાબનું ફૂલ સારૂ કહ્યું તો કોઈએ કમળનું, કોઈએ બકરીનું દૂધ સારૂ કહ્યું તો કોઈએ ગાયનું, કોઈએ શેરડીની મિઠાશ સારી કહી તો કોઈએ મધની, કોઈએ કેળાના પત્તાને સારૂ કહ્યું તો કોઈએ લીમડાના, કોઈએ રાજા વિક્રમાદિત્યને સારો કહ્યો તો કોઈએ રાજા અકબરને. બાદશાહ અકબર કોઈના પણ જવાબથી સંતુષ્ટ ન થયાં ત્યારે તેમણે બિરબલને જવાબ આપવા કહ્યું- – ફૂલ કપાસનું સારૂ હોય છે કેમકે તેનાથી જ આખી દુનિયામાં પડદો થાય છે. – દૂધ માતાનુ સારૂ હોય છે કેમકે તેને પીને જ બાળપણમાં પોષણ થાય છે. – મિઠાશ વાણીની સૌથી સારી હોય છે કેમકે તે બોલનારની સાથે સાંભળનારના સંબંધ સારા બનાવે છે. – પત્તુ પાનનું સારૂ હોય છે કેમકે તેને ભેટ કરવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે. – રાજાઓમાં દેવરાજ ઈન્દ્ર સૌથી સારા છે કેમકે તેની આજ્ઞાની જ મેઘ વરસે છે અને માત્ર મનુષ્યનું જ નહિ પરંતુ દુનિયાના દરેક જીવનું પોષણ થાય છે....

गौतम बुद्ध...

*• गौतम बुद्ध के सुविचार •* .... जो गुजर गया उसके बारे में मत सोचो और भविष्य के सपने मत देखो केवल वर्तमान पे ध्यान केंद्रित करो ।                    *– गौतम बुद्ध* .... आप पूरे ब्रह्माण्ड में कहीं भी ऐसे व्यक्ति को खोज लें जो आपको आपसे ज्यादा प्यार करता हो, आप पाएंगे कि जितना प्यार आप खुद से कर सकते हैं उतना कोई आपसे नहीं कर सकता।                    *– गौतम बुद्ध* .... स्वास्थ्य सबसे बड़ा उपहार है, संतोष सबसे बड़ा धन और विश्वास सबसे अच्छा संबंध।                   *– गौतम बुद्ध* .... हमें हमारे अलावा कोई और नहीं बचा सकता, हमें अपने रास्ते पे खुद चलना है।                     *– गौतम बुद्ध* .... तीन चीज़ें ज्यादा देर तक नहीं छुपी रह सकतीं – सूर्य, चन्द्रमा और सत्य                    *– गौतम बुद्ध* .... आपका मन ही सब कुछ है, आप जैसा सोचे...

બિરબલનાં👱 બાળકો કેટલા હોંશિયાર...

 એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેટલા હોંશિયાર છે? આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું અકબરે વિચાર્યું. એક દિવસ જ્યારે બિરબલ કોઈ કામ માટે બહારગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવાનું નક્કી કર્યું. અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમી રહેલ બિરબલનો મોટો પુત્ર અકબરને જોઇને બોલ્યો “આ આવ્યો” ત્યારે નાનો પુત્ર બોલ્યો “પરંતુ તેને નથી” અને અંતે બિરબલની દિકરી બોલી “એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય” અકબર રાજા બિરબલનાં બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યાં નહીં. અને તે ત્યાંથી જ રાજદરબારમાં પરત ફર્યા. અકબર આખી રાત બિરબલનાં બાળકોની વાતચીત પર વિચાર કરતો રહ્યો. તેને ઉંઘ ન આવી. બીજા દિવસે દરબારમાં દરબારીઓને આ ત્રણેય વાક્યોનો અર્થ પુછ્યો. દરબારમાંથી કોઇ પણ બિરબલનાં બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ ન જણાવી શક્યું. અંતે અકબરે બિરબલને પુછ્યું ત્યારે બિરબલ બધુ સમજી ગયો. બિરબલે અકબરને પૂછ્યું “તમે કોઇનાં ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો? ” અકબરે કહ્યું “હા બિરબલ, પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોનાં અર્થ સમજ...

બાદશાહે🤴 બે ડબ્બા 🍚🍚ચુનો મંગાવ્યો...

એક દિવસ બીરબલ પોતાના ઘરની બહાર બેસીને પાન ચાવી રહ્યો હતો. ત્યારે તેણે જોયુ કે બાદશાહનો એક નોકર ઝડપથી દોડતો ક્યાંક જઈ રહ્યો છે. બીરબલે કહ્યું, અરે ભાઈ! ક્યાં જાય છે? તુ આટલો બધો ઝડપથી કેમ ભાગી રહ્યો છે? નોકરે જવાબ આપ્યો- બાદશાહે મને બે ડબ્બા ચુનો લાવવા કહ્યું છે. આ સાંભળીને બીરબલને થોડીક શંકા ગઈ. તેણે પુછ્યું- બાદશાહે જ્યારે તારી જોડે ચુનો મંગાવ્યો ત્યારે તેઓ શું કરી રહ્યાં હતાં? દિવસે બાદશાહે જ્યારે ભોજન લીધું પછી મે તેમને પાન આપ્યું. તેમણે પાન મોઢામાં મુક્યુ જ હતુ અને મને આદેશ આપ્યો કે ચુનો લઈ આવ. બીરબલે થોડીક વાર વિચાર્યું અને કહ્યું, તુ એકદમ મુર્ખ છે. તે પાનમાં ચુનો વધારે લગાવી દિધો હશે, જેનાથી બાદશાહનું મોઢુ બગડી ગયુ હશે. હવે તને સજા આપવા માટેની આ રીત તેમણે અપનાવી છે. તુ હાલ જે ચુનો લેવા જઈ રહ્યો છે ને, તે ચુનો તેઓ તને જ ખાવા કહેશે. જ્યારે આટલો બધો ચુનો તારા પેટમાં જશે પછી તુ જીવતો કેવી રીતે રહીશ. આ સાંભળીને નોકર ભયથી કાંપવા લાગ્યો અને કહ્યું- હે ભગવાન હું શું કરૂ! હવે તો તમે જ મને બચાવી શકો છો. બીરબલે કહ્યું- જો સાંભળ, હું જેવું કહું તેવું જ કર. માખણની સાથે ચુનાની અસર ...

ઊંટ ની ગરદન વળેલી કેમ??

અકબર બિરબલના હાજર જવાબીના કાયલ હતાં, એક દિવસ તેમણે દરબારમાં ખુશ થઈને બીરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી બિરબલ ખુબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી? એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં હતાં. બીરબલ પણ તેમની સાથે હતાં, અકબરે ત્યાં એક ઉંટને ફરતું જોયું. અકબરે બિરબલને પુછ્યું, બીરબલ કહે તો, ઉંટની ગરદન વળેલી કેમ હોય છે? બીરબલે વિચાર્યું મહારાજને તેમનો વાયદો યાદ અપાવવાનો આ યોગ્ય સમય છે. બીરબલે કહ્યું, મહારાજ આ ઉંટ કોઈની સાથે વાયદો કરીને ભુલી ગયું છે, જેના લીધે ઉંટની ગરદન વળી ગઈ છે. મહારાજ, કહેવાય છે કે જે કોઈ પણ વાયદો કરીને ભુલી જાય છે ભગવાન તેની ગરદન આ ઉંટની જેમ વાળી દે છે. આ એક રીતની સજા છે. ત્યારે અકબરને યાદ આવે છે કે, તેમણે પણ બીરબલને એક વાયદો કર્યો હતો અને ભુલી ગયાં છે. તેમણે બીરબલને ઝડપથી મહેલમાં ચાલવા માટે કહ્યું. અને મહેલમાં પહોચતાંની સાથે જ તેમણે બીરબલને તેની પુરસ્કારને રકમ સોંપી દિધી અને કહ્યું હવે તો મારી ગરદન ઉંટની જેમ નહિ વળી જાય ને બીરબલ ! આટલુ કહીને અકબર...

જીવન ના અનુભવો માંથી....

📖 ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે.. અને.. માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે..! 📖*પારકા માટે પગથીયું ન બની શકો તો કઈ નહિ,* *વ્હાલા* *પણ ચાલનારના માર્ગ મા ખાડારૂપ તો ન જ બનશો...!!* 📖હે સ્વાર્થ..... હું તારો ખુબ જ આભારી છું, કારાણ કે તે જ આ દુનિયા ને અને, આ દુનિયા ના માણસો ને, એકબીજા થી જોડી ને રાખ્યા છે. 📖સ્વાર્થ..... હું તારો ખુબ જ આભારી છું, કારાણ કે તે જ આ દુનિયા ને અને, આ દુનિયા ના માણસો ને, એકબીજા થી જોડી ને રાખ્યા છે. 📖ડૉકટર થવું સરળ છે સી.એ. થવું સરળ છે  એન્જીનીયર થવું સરળ છે      પણ " સરળ " થવું બહુ અધરું છે.

દુનિયા માં રંગ ઘણા છે.....

દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે..... મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે....

પથ્થર અને પારસ...

એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’ તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’ બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’. બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર! બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’ બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણ...

બીરબલ ને સજા કેટલી??

એક દિવસ અકબર અને બીરબલ ફરવા નિકળ્યા. ફરતાં ફરતાં અકબરે બીરબલને કહ્યું બીરબલ તું ખૂબ ચતુર છે મારા માટે તું ખૂબ કામનો માણસ છે,પણ મને થાય છે કે કોઇ વાર તારો વાંક હોય તો, મારે તને તે દિવસે સજા કરવી પડશે તો ? બીરબલે કહ્યું હજુર ! જેનો વાંક થયો હોય તેને સજા તો થવી જ જોઇએ. પણ જો કોઇ દિવસ મારો વાંક થયો હોય તો હું કહું એની પાસે મારો ન્યાય કરાવજો.અકબરે કહ્યું ભલે. એકવાર કોઇ બાબતમાં અકબરને બીરબલનો વાંક ‘દેખાયો, અકબર ખૂબ ગુસ્સે થયાં. એણે બીરબલને કહ્યું આજૅ તારો વાંક થયો છે. તને મારે આકરી સજા કરવી પડશે. બીરબલે અકબરને આપેલું વચન યાદ ‘દેવડાવ્યું. અકબર કહે ઠીક છે, તું મને કહે તેની પાસે તારો ન્યાંય કરાવું ? બીરબલે કહ્યું શહેરનાં છેડે થોડા ઝુંપડા છે ત્યાંથી પાંચ માણસોને બોલાવો. તેઓ મારો ન્યાંય કરશે. અકબર કહે કે એ લોકોને વળી ન્યાંય માં શું ખબર પડે ? બીરબલ કહે હજુર ! વચન એટલે વચન. હું કહું એમની પાસે જ તમારે મારો ન્યાંય કરાવવો જોઇએ. અકબરે સિપાઇ ઓને ‘દોડાવ્યાં. પાંચ માણસો ધુ્રજતા ધુ્રજતા ‘દરબારમાં આવ્યાં. તેઓ હાથમાં હાથ જોડીને ઉભા હતાં. તેમણે માત્ર ટૂંકી પોતડીઓ જ પહેરેલી હતી. પગમાં તો જોડા જ ન ...

આમા સમજવા જેવી ત્રણ વાતો છે.

પોદડુ (ગોબર)..... ભર શિયાળામા એક નાનું પંખી ઉડતાં ઉડતાં ઠંડીથી થીજી જઈ એક ખેતરમાં પડ્યું. એટલામાં ત્યાંથી એક ગાય પસાર થતી હતી. એના છાણનું એક પોદડું એ પક્ષી ઉપર પડ્યું અને એ હુંફાળા છાણમાં ઢંકાઈ ગયું. થોડીવારમાં જ એના શરીરમાં હુંફ આવી ગઈ અને એ ખુશ થઈને ગાવા લાગ્યું. ત્યાંથી એક બિલાડી પસાર થતી હતી. ધ્યાન પૂર્વક સાંભળવાથી એ સમજી ગઈ કે અવાજ છાણના પોદડામાંથી આવે છે. એ પંજાથી છાણ ખસેડીને પક્ષીને પકડીને ખાઈ ગઈ.  આમા તમે કેટલી વાતો સમજ્યા? આમા સમજવા જેવી ત્રણ વાતો છે. (૧) કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે તો હંમેશાં આપણો શત્રુ નથી હોતો. (૨) કોઈ આપણને એ કાદવમાંથી બહાર કાઢે તો હંમેશાં આપણો મિત્ર નથી હોતો. (૩) જ્યારે પણ તમે કાદવથી ખરડાયલા હો ત્યારે ચૂપ રહેવામાંજ મજા છે.

દીકરી ની મુઝવણ.....

સ્નેહા ૨૪ વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ ૧૦ થી ૧૨ છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી પિતા કરસનભાઈ અકળાઈ જતા. કરસનભાઈ ના પત્ની લીલાબેન નું ૪ વર્ષ પહેલા અકસ્માત માં અવસાન થયેલું અને એમને સંતાન માં એક માત્ર દીકરી રૂપે સ્નેહા હતી. કરસનભાઈ પ્રાંતિજ માં પ્રથમિક શાળા માં શિક્ષક હતા અને લીલાબેન પણ ધાર્મિક ભાવના વાળા હતા એટલે સ્નેહા ના ઘડતર અને સંસ્કારો માં કોઈ કમી નહોતી.  કરસનભાઈ એ એક વાર સ્નેહા ને પૂછી પણ જોયેલું કે, બેટા તારા ધ્યાન માં કોઈ છોકરો હોય તો મને બતાવ, હું તને લગ્ન કરતા નહિ રોકું, પણ સ્નેહા નો એકજ જવાબ રહેતો, ના પપ્પા એવું કઈ નથી. તો કરસનભાઈ એમ કહેતા તો કેમ બધીય વાર સામેના પક્ષે થી ના નો જવાબ આવે છે? અને સ્નેહા એકજ જવાબ આપતી પપ્પા એમાં આપણે શું ખબર પડે પપ્પા, એમના મન માં શું છે? કરસનભાઈ એ બચત પણ સારી એવી કરેલી જેથી એમને સમાજ માં શોભે એવા લગ્ન કરવામાં કોઈ તકલીફ પડે એમ નહોતી. થોડા દિવસ પછી કરસનભાઈ ના દુરના મામા ના દીકરાએ એક સંબધ માટે સમાચાર મોકલ્યા, અને કહ્યું કે છોકરો સંસ્કારી અને દેખાવડો છે, અને પોતાનો વ્યવસાય ...